NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,

મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,શંકા વધી જશે તો સમર્થન બની જશે.

   - મરીઝ

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે.

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,

તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે.

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,

કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે.

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે.

ઓ શિખામણ આપનારા!! તારો આભારી છું હું,મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે.

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,

ઓ સફળતા!!કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે.

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે.

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ 'મરીઝ'હું નથી હોતો તો એ વિતાવી જાય છે....

    -મરીઝ

અહીંયાં કોઈ આપણું નથી,ઝાડ ને લાકડાં હોય ભલેને, આપણું કોઈ તાપણું નથી

અહીંયાં કોઈ આપણું નથી,ઝાડ ને લાકડાં હોય ભલેને, આપણું કોઈ તાપણું નથી…

હૂંફ વિના અહીં, જીવવાનું છે હૂંફની સાથે,

નીતિ-નિયમ નેવે મૂકી, જીવવાનું છે પાપની સાથે…

બહુરૂપી આ ભવાઈ એમાં દશ્ય કોઈ સોહામણું નથી,

અહીંયા કોઈ આપણું નથી…

પૂરમાં અહીં તણાઈ મરો, એ સિવાય કોઈ આરો નથી,કોઈનો અહીં સથવારો નથી, કોઈ તારો નથી કે મારો નથી…

અહીંની બધી બંધ બારીઓ ને નીકળવાને બારણું નથી,

અહીંયાં કોઈ આપણું નથી…

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે…

હક, અપેક્ષા, શક, અહ્મ ના પંક ની વચ્ચેથી કોઈ,પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે…

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે…

‘તું નથી’ ની વાસ્તવિકતા કષ્ટ દેતી બંધ થઈ,શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ તું વહે એ પ્રેમ છે…

બાદબાકી તુજ ની, તારા સ્પર્શ, યાદો, સાથની,શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે…

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે…

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે…

- વિવેક મનહર ટેલર

હ્રદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,મળી છે દ્રષ્ટિ જોવા કાજ ને આંખો રુદન માટે…

હ્રદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,મળી છે દ્રષ્ટિ જોવા કાજ ને આંખો રુદન માટે…

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?અનોખા તારલા એ છે તું રહેવા દે ગગન માટે…

યુગેયુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો નયન માટે…

સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,ઊભો થા જીવ આગળ સાફ રસ્તો છે જીવન માટે…

અનાદિ કાળથી એના વિરહમાં એ દશા છે કે,રુદનમાં બંધ આંખો થઈ અને ઊઘડી રુદન માટે…

હ્રદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી,બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે…

તમે જે ચાહો તે લઈ જાવ મારી ના નથી કાંઈ,તમારી યાદ રહવા દ્યો ફક્ત મારા જીવન માટે…

દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,ધરાવાળા ધરા માટે ગગનવાળા ગગન માટે…

મને પૂછો મને પૂછો ફૂલો કાં થઈ ગયા કાંટા?બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન માટે…

ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે…

    - ‘શયદા’

ના તને ખબર પડી, ના મને ખબર પડી,કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;

ના તને ખબર પડી, ના મને ખબર પડી,કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;

કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;

શરમાઈ જતી તોય મને જાણ તો થતી;મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાંબેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;

મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયેમેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.

મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો,

ઘણું સમજું છું એવું, જે હું સમજાવી નથી શકતો…

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,કે હું ઉપકાર છું એવો, જે યાદ આવી નથી શકતો…

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો…

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,તમે મારું જીવન છો, તમને થોભાવી નથી શકતો…

તમે કાલે હતાં કેવાં અને આજે થયા કેવાં,તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો…

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો…

  - મરીઝ

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,

થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,

હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર, છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર…

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું?એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર…

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર…

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર…

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર…

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર…

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,જિંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર…-

  બરકત વિરાણી ‘બેફામ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,

જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,

હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલકે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

   - અમૃત “ઘાયલ”

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને, જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું

મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇનેગમી જાય છે
ચેહરો કોઈ, તો એમ લાગે છે,પધાર્યા છો તમે

ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,

હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવાલઈ ને,બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,

અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા

“બેફામ,”નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને.–

   બરકત વિરાણી ‘બેફામ’

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,

વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;

અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;

ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા અમે હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

        - અખો

ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે
કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાંકે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
  

  JAGADISH JOSHI

થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો, પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…

થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…

વગર ઊંધે જ સપનાને પ્રદેશે જઇ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ પડી આંખો…

અમે તો જોઇને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો…

ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,પરંતુ એક વખત ગઇ તો પછી ના સાંપડી આંખો…

ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…

છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી જ દ્રષ્ટીનું,જગત ને જાત વચ્ચેની બની ગઇ છે કડી આંખો…

અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારી, જરા તો ડર,ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો…

જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,પછી બેફામ જન્નતમાં જ મારી ઊઘડી આંખો…

- બરકત વિરાણી ‘બેફામ’

કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,

કદાચ મને ચાહતા ના આવડ્યું,
અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,

તમારા જ સપના જોતો હતો,તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,

આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,

જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,

મંઝિલ નહી મળે એમ મને લાગ્યુંછતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું-

            'મરીઝ'

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના…

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખમને નજરથી ટાંકા ભરી જવાના…

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,દિપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના…

એ કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?-

      અમૃત ‘ઘાયલ’

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

એમના મહેલ ને રોશની આપવાઝુંપડી પણ અમારી જલાવી દીધી.ઘોર અંધાર છે

આખી અવની ઉપરતો જરા દોષ એમાં અમારો’ય છેએક તો કંઇ સીતારા જ નહોતા

ઉગ્યાને અમે પણ શમાઓ બુઝાવી દીધીકોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયાપણ ઊભા રહી અમે કોઇને ના નડ્યાખુદ અમે તો ના પહોંચી શક્યા

મંઝીલેવાટ કીન્તુ બીજાને બતાવી દીધીકોણ જાણે હતી કેવી વર્ષો જૂનીજીંદગી મા અસર એક તન્હાઇનીકોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો

એને આખી કહાણી સુણાવી દીધી.જીવતાં જે ભરોષો ઇશ પરએ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યોજાત મારી ભલે ને તરાવી નહીલાશ મારી પરંતુ તરાવી દીધી.

     - બેફામ

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે.

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે.

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે.

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે.

ઓ શિખામણ આપનારા!! તારો આભારી છું હું,મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે.

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,ઓ સફળતા!!કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે.

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે.

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ 'મરીઝ'હું નથી હોતો તો એ વિતાવી જાય છે....-

         મરીઝ

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,

તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મનેહું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હુંવીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

       – મરીઝ

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા

મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા

કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે

      મારા નયનની ચુપકીદીએકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા..

     – સૈફ પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,

ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,મળી છે

અમોને જગા મોતીઓમાં,તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,દરદ સાથે સીધો પરિચય છે મારો,

હકીકતમાં હું એવો રોગી છું જેને,બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,છું

ધીરજનો મેરુ, ખબર છે વફાને,દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.–

     શૂન્ય પાલનપૂરી

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;

અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.

અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,

અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.
ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,કે

જેને કદી જોઈ પણ ના શક્યો હું;ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,

અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.
નથી મેળવાતી ખુશી સંપત્તીથી,આ મોજાં રડીને કહે છે

જગતને;ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.

પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,પ્રણયની પછી પણ મને કામ આવ્યા;પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,

ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.

કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમનેબીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?

મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,અમરા તરફથી કવન થઈ ગયાં છે.

 
– બરકત વિરાણી ‘બેફામ’

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,

પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

   – આદિલ મન્સૂરી

હતા જે પ્રણયની મજાના પ્રસંગો, હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો…

હતા જે પ્રણયની મજાના પ્રસંગો,
હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો…

ખરા એ જ તો છે કથાના પ્રસંગો,બધાથી જે રાખ્યા છે છાના પ્રસંગો…
અમે તો ફક્ત મસ્ત થઇ ભાગ લીધો,હતા એ બધા તો સુરાના પ્રસંગો…

રડીને અમે સાથ દીધો છે એને,અમે સાચવ્યા છે ઘટાના પ્રસંગો…
બહુ મોટી તક હોય છે ગુપ્ત એમાં,ગણો છો તમે જેને નાના પ્રસંગો…

નથી હોતો રસ જેને નિજના જીવનમાં,જુએ છે સદા એ બીજાના પ્રસંગો…
બધાનાં ખુશી-ગમ હશે એક સરખાં,ભલેને અલગ હોય બધાના પ્રસંગો…

બન્યા એ જ તારી પ્રતિક્ષાના દિવસો,હતા જે તને ભૂલવાના પ્રસંગો…
સદા એ રીતે હાથ ખાલી રહ્યો છે,સદા હોય જાણે દુઆના પ્રસંગો…

જમાનાએ એની જ ઇર્ષ્યા કરી છે,મળ્યા એક બે જીવવાના પ્રસંગો…

મરીને મેં એક સામટા ઊજવ્યા બેફામ,જીવનમાં હતા જે કઝાના પ્રસંગો…

– બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહોદિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહોજરા ઉભા રહો, જરા ઉભા રહોજીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,

નજરના જામ….મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરોમેં તો આપ્યા છે ફુલ મને માફ કરોમને માફ કરો, મને માફ કરોપ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે

નજરના જામ….થઇને પુનમની રાત તમે આવ્યા હતાથઇને જીવન પ્રભાત તમે આવ્યા હતાતમે આવ્યા હતા, તમે આવ્યા હતાવિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે

નજરના જામ….નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેજીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

– બરકત વિરાણી ‘બેફામ’

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.લાવે છે

યાદ ફૂલો છાબો ભરી ભરીને,છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે

છેદિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,એ પણ મને ગમે છે,

આ પણ મને ગમે છે.હું એટલે તો એને વેંઢારતો રહું છું,સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

     – અમૃત ‘ઘાયલ’

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે, છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,

છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.

સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,

પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.

દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.

હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,

ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.

ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાંપણ નામ હ

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,

શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાંપણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

        – ‘સૈફ’ પાલનપુરી

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો
મૃત્યુ પછી ‘રવિ’જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે–

રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
            

            મરીઝ

આંસુઓને પાંપણો સુધી લાવ્યા ના કરો,

આંસુઓને પાંપણો સુધી લાવ્યા ના કરો,

દિલની વાત કોઈને બતાવ્યા ના કરો,લોકો તો મુઠ્ઠીમાં મીઠું લઈને ફરતા હોય છે,

પોતાના જખમ બધાંને બતાવ્યા ના કરો.આ સ ઓન સ ધી પા પણો લાવ યા ના કરો,

કોઈન દિલની વાત બતાવ યા ના કરો,લોકો તો મ ઠ ઠીમા મીઠ લઈન ફરતા હોય છ,બધા ન પોતાના જખમ બતાવ યા ના કર

એક અ ગત સાવ સરનામ મળ ય,આજ વર ષો બાદ પાન મળ ય એ. ..

એક અ ગત સાવ સરનામ મળ ય,આજ વર ષો બાદ પાન મળ ય એ. ....

ડાયરી લખ લી મ વા ચી ફરી,યાદની ગલીઓમા ફરવાન મળ ય. ....

સોળમા પાન ગિય સળવળ પત ય,જીવવા માટ નવ બહાન મળ ય. ....

જાણ, કોઈન થઈ ના આ ખન ના,સ વપ ન મન એ રીત મળ ય છાન. ....

એક પ યાસાન
ફળી સાત તરસ,બારણા મયખાન સામ જ મળ ય. ....!!

સાવ અંગત એક સરનામું મળ્યું, આજ વર્ષો બાદ એ પાનું મળ્યું. . ...

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું. . ...

મેં લખેલી ડાયરી વાંચી ફરી,યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું. . ...

સોળમા પાને પતંગિયું સળવળ્યું,જીવવા માટે નવું બહાનું મળ્યું. . ...

જાણ થઈ ના કોઈને, ના આંખને,સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું. . ...

એક પ્યાસાને ફળી સાતે તરસ,બારણા સામે જ મયખાનું મળ્યું. . ...!!

           ओशो अरी मैं तो नाम के रंग छकी

एक बार ज़रा क्षण भर को ऐसा सोचो कि चौबीस घंटे के लिए सारी कामना छोड़ दो- सुख की कामना भी छोड़ दो। चौबीस घंटे में कुछ हर्जा नहीं हो जाएगा, कुछ ख़ास नुक़सान नहीं हो जाएगा। ऐसे भी इतने दिन वासना कर- कर के क्या मिल गया है?

चौबीस घंटे मेरी मानो। चौबीस घंटे के लिए सारी वासना छोड़ दो। कुछ पाने की आशा मत रखो। कुछ होने की भी आशा मत रखो। एक क्रांति घट जाएगी चौबीस घंटे में।

तुम अचानक पाओगे, जो है, परम तृप्तिदायीहै। जो भी है। रूखी- सूखी रोटी भी बहुत सुस्वादु है। क्योंकि अब कोई कल्पना न रही।

अब किसी कल्पना में इसकी तुलना न रही। जैसा भी है परम तृप्तिदायी है। यहअस्तित्व आनंद ही आनंद से भरपूर है। परहम इसके आनंद भोगने के लिए कभी मौक़ा ही नहीं पाते।

हम दौड़े- दौड़े है, भागे- भागे है। हम ठहरते ही नहीं। हम कभी दो घड़ी विश्राम नहीं करते। इस विश्राम का नाम ही ध्यान है। वासना से विश्राम ध्यान है। तृष्णा से विश्राम ध्यान है।

अगर तुम एक घंटा रोज़ सारी तृष्णा छोड़ कर बैठ जाओ, कुछ न करो, बस बैठे रहो- मस्ती आ जाएगी। आनंद छा जाएगा। रस बहने लगेगा!

धीरे - धीरे तुम्हें यह बात दिखाई पड़ने लगेगी, जब घंटे भर में रस बहने लगता है, तो फिर इसीढंग से चौबीस घंटे क्यों न जिए?
           ओशो
अरी मैं तो नाम के रंग छकी