NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
            

            મરીઝ

No comments:

Post a Comment