NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,

વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;

અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;

ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા અમે હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

        - અખો

No comments:

Post a Comment