કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.લાવે છે
યાદ ફૂલો છાબો ભરી ભરીને,છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે
છેદિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,એ પણ મને ગમે છે,
આ પણ મને ગમે છે.હું એટલે તો એને વેંઢારતો રહું છું,સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.
– અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment