NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો
મૃત્યુ પછી ‘રવિ’જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે–

રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’

No comments:

Post a Comment