NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 10 April 2016

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.

જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.

કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો

અલ્યા શું કામ મારુ નામ બોળે છે?

પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો

તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.

મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.

પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.

ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,

“ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.

મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ

સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે.-

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,

નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,

જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,

જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,

જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

હશે સત્ય પણ, કલ્પના પણ હશે, ખુદા

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,

ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,

સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,

સુરા પણ હશે, અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,

હશે ક્રૂરતા પણ, દયા પણ હશે.

મટે કેમ ના રોગ, શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,

કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.

~ “જલન માતરી”

તમે ફૂલ માંગો તો અમે ચમન ધરી દઈશું

તમે ફૂલ માંગો તો અમે ચમન ધરી દઈશું

તમે તારા માંગો તો અમે ગગન લાવી દઈશું

હાથ ભલે ખરડાઈ જશે અમારા લોહી થી

હીરા શોધી લાવી તારો પાલવ ભરી દઈશું

સિંદુરની વાત બહુ જુની ને જાની તી થઈ

તારી સેથી માં અમે ચાંદ લાવી મઢી દઈશું

દોડી ને આવી જા તુ કંટકો ની પરવા ના કર

તારા પગ ને અમે ગંગાજલ થી ધોઈ લઈશું

ગૌરવ નુ દિલ મંદીર થી વધારે પવિત્ર છે

તને પ્રભુ બનાવી પ્રેમથી પુજા કરી લઈશું

ગઝલ... જાણું છું તો પણ મેં સપના માંડ્યા..

ગઝલ...
જાણું છું તો પણ મેં સપના માંડ્યા..

ખાડો છે તો પણ મેં ડગલાં માંડ્યા...

ચાહત તારી આજે પણ સામે છે..

દર્પણ જોઇ અમે ભરમાવા માંડ્યા...

બંધ નયન આજે પણ જોઈલે છે..

બસ કર વ્હાલી, જો શરમાવા માંડ્યા...

કાંઇ નથી મળતું ખાલી ખાલીપો..

આંખોમાં મોટા ઊજાગરા માંડ્યા...

કાંઇ જ બાકી ના હોય 'જગત'માંથી..

તો પણ ખોટા એ સરવાળા માંડ્યા.

પ્યાર છે કેવળ હવે, દર્દો નથી, દિલ પણ નથી,

પ્યાર છે કેવળ હવે, દર્દો નથી, દિલ પણ નથી,

છે ફક્ત નૌકા નથી દરિયો કે સાહિલ પણ નથી.

જાન હું દેતો – અદા એની એ ગઇ કાલે હતી,

આજ તો હું મોત માગું એવા કાતિલ પણ નથી.

આ પ્રણયનો અંત છે કે તારી સોબતની અસર,

દર્દ પણ તારું નથી, તારા ઉપર દિલ પણ નથી.

મારી બેઠક ક્યાં હતી એ પણ બતાવી દેત હું,

શું કરું ઓ દોસ્ત, કે આજે એ મહેફિલ પણ નથી.

એ દિવસ મારા હ્રદયની પણ ગરીબીનો હતો,

જે દિવસ લાગ્યું હતું- હું એનો કાબિલ પણ નથી.

થઇ જવા દીધાં છે મેં જો તમને મારાથી અલગ,

તો સમજજો નહિ તમે મારમાં શામિલ પણ નથી.

હું વિતાવું તો બને છે જીન્દગી બોજા સમી,

ખુદ વીતે છે એમ જાણે કાંઇ મુશ્કિલ પણ નથી.

હા હવે બેફામ સાચેસાચ હું ગુમરાહ છું,

શોધું છું એને હવે જે મારી મંઝિલ પણ નથી.

- બરકત વિરાણી ‘બેફામ’