NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાંપણ નામ હ

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,

શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાંપણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

        – ‘સૈફ’ પાલનપુરી

No comments:

Post a Comment