તો જ આવજે -
મન પરોવી ને , પ્રેમ કરવો હોય , તો જ આવજે .
માગ્યા વગર, આનંદ ધરવો હોય , તો જ આવજે.
જો આજ કાલથી હું ડાયેટ કરતો હોવ છુ, મારી
સાથે સલાડ નો ચારો ચરવો હોય , તો જ આવજે
ઉભડક શ્વાસે પ્રેમ કરવાની મને આદત જ નથી
શ્વાસને ધીરો રાખીને પ્રેમ કરવો હોય ,તો જ આવજે
ખાલી હૃદય માં પ્રેમ નું હું રી -ફિલીંગ કરું છુ,
તારે દિલમાં પ્રેમ રીફીલ કરવો હોય ,તો જ આવજે
મન પરોવી ને , પ્રેમ કરવો હોય , તો જ આવજે .
માગ્યા વગર, આનંદ ધરવો હોય , તો જ આવજે.