NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર, છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર…

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું?એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર…

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર…

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર…

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર…

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર…

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,જિંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર…-

  બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment