નજરને મેળવીને ફેરવી લ્યો વ્યાજબી નથી,
મને આપીને દામન સેરવી લ્યો વ્યાજબી નથી.
ગુનો તમે કરો ને ન્યાય પણ તમે,
નિર્દોષ તમને ઠેરવી લો વ્યાજબી નથી.
અમારા હાથમાં જે હાથને સોંપ્યાં હતા તમે,
બીજાના હાથમાં એ ભેરવી લ્યો વ્યાજબી નથી.
તમે પોતે જ બોલાવો તમારા ઘર સુધી અમને,
કરી ઘર બંધ સાંકળ ભેરવી લ્યો વ્યાજબી નથી.
આંસુ તો રહેવાદો અમારી એજ છે દોલત,
આંસુ સદંતર ખેરવી લ્યો વ્યાજબી નથી
No comments:
Post a Comment