લાગે પહેલી નજરે સરળ...ને ઉકેલવા બેસું તો,
ગણિતના કોઈ અઘરા દાખલા જેવી લાગે છે.
લાગે છે ક્યારેક તો ઉકળતા દુધના ઉભરા જેવી અને
ને પળમાં જ જેમ કોઈ વિશાળ શાંત જળાશય જેવી લાગે.
મુટ્ઠી માં રાખે ભલે પાસાં સોગઠાબાજીના કાયમ,
પણ દિમાગમાં ફિતરત હમેશા યુધિષઠિર ની રાખે છે.
થઇ જો શરતચૂક તો કઠોર બની શાન ઠેકાણે લાવે છે,
ને વ્હાલ સહેજે ઓછુ પડે તો નેત્રસજળ કરી જાય છે.
ક્યારેક તેની લાગણીનો અણસાર આવતા એક યુગ વીતી જાય છે,
ને ચપટીમાં વગાડતા..સવા અક્ષરમાં પ્રેમની પરિભાષા સમજાવી દે છે
No comments:
Post a Comment