આંખોમાં તમારી રેહવા પ્રેમના દીવે કાજળ સુધી જવું છે..!!
ફૂલ કેરા શરીરમાં કોમળ સહવાસ પામવા ઝાંકળ સુધી જવું છે..!!
દરિયાને નદીના મિલન માટે,
સૂર્યના તાપે તપીને વાદળ સુધી જવું છે..!!
તોડે તોડાય ના પ્રેમનો એ સબંધ, બાંધવા મને સાંકળ સુધી જવું છે..!!
એકાંતમાં આંખોમાં આવીને છલકાવ,
ગાલ પર સફર કરવા એ જળ સુધી જવું છે..!!
જે પળ માં તમારી યાદો કૈદ રહે,
યાદ ની દરેક એ પળ સુધી જવું છે..!!
દિલની જમીનમાં પ્રેમનું ધાન ઉગાવવા,
સર્જકને લાગનીયોના એ હળ સુધી જવું છે..!!
No comments:
Post a Comment