મળી તો લઈએ
આવ એ મોત!
આજ તને મળી તો લઈએ,
જરા નજીકથી તને નીહાળી.. તો લઈએ.
બળતો રહયો હું ભીતરથી... કોને કહું?
એ સમામાં ખુદને આજે બાળીતો લઈએ.
ના કરશો અનુમાન મારી સહનશીલતાનું,
તમારાં શબ્દોરૂપી ઝેર થોડું પી તો લઈએ.
શકય નથી પાછા વળવું પ્રેમના પંથેથી,
મળે દિલાસો તો મનને વાળી તો લઈએ.
નીકળે છે સદા મુજ હોઠે દૂઆ જેના કાજે,
એ હોઠે ખુદની બદદૂઆ સાંભળી તો લઈએ.
છેતરાતો રહ્યો છું જમાનામાં જાણ છે મુજને,
આજે ખુદની જાતને થોડી છળી તો લઈએ.
રાતની ચાંદની ઓઢીને ઉંઘી જાવ હંમેશ માટે,
વિરહની છેલ્લી રાત આવી ખાળી તો લઈએ.
ખુશ છે “પરિચિત“ ખુદની કબર જોઈને અહીં,
ચલો, છેલ્લી પથારી અહીં ઢાળી તો લઈએ.
No comments:
Post a Comment