તુટી ફુટી તસ્વીર હતી ને
રૂઠી રૂઠી તકદીર હતી.
આમ તો છુ હુ હજુ રાજા
પણ લુટાયેલી જાગીર હતી.
દદઁ આપવા વાળા બીજુ આપે પણ શુ ..?
હવે ખબર પડી કે તારી આ તાસીર હતી.
પોકળ પુરવાર થયા બઘા પૄેમના દાવાઓ
રાંઝા રઝળે છે અહી કયા કોઇ હીર હતી.
ભરોસો રાખી લુટાય જવુ મુનાસીબ માન્યુ
પણ તારી આ રમત બહુ ગંભીર હતી.
ઝીણવટ થી જોયુ બહુ હથેળીમા
તો તારા નામની સાવ ટુકી એક લકીર હતી.
No comments:
Post a Comment