NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 13 March 2016

GUJRATI GAJAL હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,

નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખીદો.

થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.

એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખીદો.

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

       -અરૂણ દેશાણી.

No comments:

Post a Comment