તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા,તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે…
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે…
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય,છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે…
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે…
- અનિલ ચાવડા
ધુમાડા ના ગોટેગોટા મા શોધવી જીંદગી,
ReplyDeleteપકડુ એની નશ ને સરકી જાય જીંદગી.
ચાલી પડી છે તો અટક સે કયાક જીંદગી,
આશા કરુ કે તકલીફ વીના મસ્ત જાય જીંદગી.