NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 31 March 2016

બહારની શોભા આ દુનિયાને બરાબર જોઈએ,

બહારની શોભા આ દુનિયાને બરાબર જોઈએ,

હો ભલે હલકી મદિરા,જામ સુંદર જોઈએ..*

આ નિરાશા કે હવે દિલનું જ ઠેકાણું નથી,

એ હતી આશા કે તમને દિલની અંદર જોઈએ.*

આ જગતમાં જ્યાં બધાનું મોત પણ સરખું નથી,

ત્યાં ભલા શું માંગીએ જીવન બરાબર જોઈએ.*

આ અહીં નીચે તો માટી સાથ માટી થઈ ગયા,

કોણ જાણે કેટલું વીતે છે ઉપર જોઈએ

જિંદગીમાં આટલું સમજાય તો સારું

'મરીઝ'  જિંદગી સમજીને કોને જિદગીભર જોઈએ.

No comments:

Post a Comment