મૌત ! તું શું બહાનું શોધે છે,મારું આખું જીવન બહાનું છે.*
ક્યાં છે સંપૂર્ણ મારી બદનામી,કે હજી કઈક છાનું છાનું છે*
આમ તો છે જીવન-કિતાબ અકબંધ,પણ અલગ એનું પાનું પાનું છે.*
યંત્રવત જિંદગી જીવો કે જગત,પેલા માલિકનું કારખાનું છે.*
પ્રેમનું દુઃખ ભલેને છે જાહેર,સુખ જરા એમાં છાનુંમાનું છે.*
તમે જોયા હશે સફેદ ગુલાબ,રૂપ મારુંય રંગ વિનાનું છે.*
જાગૃતિ રાખો જિંદગીમાં 'મરીઝ'આખરે તમને સૂઈ જવાનું છે.
No comments:
Post a Comment