અબ્બાસ અલમદાર(અ. સ) પર નોહા__________________________લશ્કરમાં હતો શોર
ખબરદાર ખબરદાર,આવે છે અલમદાર;શબ્બીરના બાઝુ છે હરમના છે એ આધાર,
આવે છે અલમદાર.*
હાથોમાં સકીનાની મશક છે ને અલમ છે,વલ્લાહ શું દમ છે
જો રોકશો એને તો થશે લાશોના અંબાર
આવે છે અલમદાર.*
શું આન છે શું શાન છે, મીચાય છે આંખોપથરાય છે આંખો;લાગે છે કે આવી ગયા છે હેદરે કરરાર,
આવે છે અલમદાર.*
તલવાર એની ઘૂમશે લશ્કરમાં હવા જેમ,
મહેશરની સજા જેમએ સેંકડોને મારશે,
મારે નહીં બે ચાર,
આવે છે અલમદાર*
હસરતથી જુએ છે અહીં સરદારે મદીના,સાથે છે સકીના;
ખેઇમામાં ઊભી જોઈ રહી છે એ નિરાધાર,આવે છે અલમદાર.*
શબ્બીરનું જયારે હવે કોઈ નથી બાકી,
સામે છે હલાકીતો રણમાં હવે આવે છે એક બોલતી તલવાર
આવે છે અલમદાર.*
પાણીથી મશક ભરવા એ આવે છે અકેલા,
ગુસ્સાથી ભરેલા,છે નહેર તરફ આંખ ને આંખમાં અંગાર,
આવે છે અલમદાર*
છે તારા તરફ એને બધાં કરતાં વધુ તેઇશ,
કઝા તારી છે દરપેશ;સંતાઈ જા તું ક્યાં જગે સીમ્ર સિતમગાર,
આવે છે અલમદાર.*
તું તારા ગુના પર હવે પસ્તાઈ રહ્યો છે,
ગભરાઈ રહ્યો છે;
કિંતુ ઓ 'મરીઝ' આવે છે એક ખાસ મદદગાર
આવે છે અલમદાર
***********************************************૭ મી મોહર્રમ ૧૪૩૭
No comments:
Post a Comment