NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 10 August 2016

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,

કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?

લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર

સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ,

રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં છું

હું કોઇક માટેની સાષ્ટાંગ
પ્રાર્થના ,

મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને

પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

-રમેશ પારેખ

No comments:

Post a Comment