મેં જે કાર્ય કર્યુ છે,
તે જીવનભર સખત પરિશ્રમ કરીને અનેક મુસીબતો સહન કરીને અને વિરોધીઓની સામે ઝઝુમીને જ કરી શક્યો છું.
અમેરીકા અને ઈંગ્લેન્ડ માં બ્રેડનાં બે ટુકડા અને તે પણ ન મળે તો માત્ર પાણી પી,
અર્ધભુખ્યો રહીને અભ્યાસ કર્યો છે.
ધરમાં પૈસા ન હોય ત્યારે ત્રણ-ચાર રુપિયા જેવી નજીવી રકમ માટે હાથ લંબાવવો પડતો.
દારુણ ગરીબીને કારણે મારી સમ્યકદર્શિની પત્ની રમા અર્ધભુખી રહેતી.
આમ મેં મારું સમગ્ર જીવન મારા ગરીબ શોષિત-પીડિત બાંધવોને સમર્પિત કરી તેમને બંધારણીય અધિકારો અપાવ્યા છે.
મારા અનુયાયિઓએ મારા આ "ક્રાંતિરથ" ને આગળ ધપાવવો જોઈએ,
જો તેઓ અસમર્થ હોય,
તો તેને ત્યાં જ છોડી દેવો જ્યાં તે છે.
પરંતુ આ "ક્રાંતિરથ" ને કોઈપણ પરિસ્થિત માં પાછળ હટવા ન દેવો.
મારા વ્હાલા બાંધવો ને મારો આ જ સંદેશ છે.
- ડૉ.આંબેડકર
No comments:
Post a Comment