મેહસૂસ કરો તો લાગણીયો બતાડું તમને..!!
આમજ દિલમાં ક્યાં શુધી સંતાડું તમને..!!
કઈ પણ બોલ્યા વગર જોયા કરું તમને,
મૌનની મસ્તી માંજ રંજાડું તમને..!!
તમે નહિ સમજી શકો મારા પ્રેમની મહેક,
ભમરા પાસે થી લઈને ફૂલ સુંઘાડું તમને..!!
નજીક થી ચંદ્ર કદી જોયો છે તમે,
આયનો લઇ આવો આજે દેખાડું તમને...!!
રાતે જ ચંદ્રની ચાંદની પામું છું,
દિવસે ખુલા આકાશમાં ક્યાં નિહાળું તમને..!!
ખયાલોમાં આવવાની જીદ પકડી તમે,
રોજ આમ આવો તો ક્યાં ના પાડું તમને..!!
તન્હાઈના આકાશમાં ક્યાં સુધી ફરસો,
સૂર્યનું ગ્રહણ નહિ લગાડું તમને...!!
હુબહુ તમારી જ લખવી છે સર્જકને ગઝલ,
સબ્દો બનો જો તમે લાગણીના કલમથી કંડારું તમને..!!
No comments:
Post a Comment