જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ
તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ
તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ
તું !
આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ
તું !
કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ
તું !
– રિષભ મહેતા
No comments:
Post a Comment