કિસ્મતોની સાથ તું ખોટો લડે છે,
શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે.
શું હશે જે આંસુ થઈને નિકળે છે,
સ્વપ્ન ઇચ્છા કે બીજું શું પીગળે છે.
સૌને એક જ વાત અહિયા સાંકળે છે,
કોઈ રગ સૌની અહી કાયમ કળે છે.
આંખ જુદી,દિલ જુદુ,વિચાર જુદા,શુ ખબર કે ક્યાં હવે લશ્કર લડે છે.તું ઉભો છો
જિંદગીના સ્ટેજ ઊપર,
કર અભિનય જેવો તુજને આવડે છે.
આ નથી અભિમાન કૈ ફિતરત છે
આ તો,ક્યાં કદી પણ સિંદરીના વળ બળે છે?
રોજનિશી સાચવું દર્પણમાં ‘પાગલ’,મારી વાતો એ જ કાયમ સાંભળે છે.
-અલ્પેશ પાગલ.
No comments:
Post a Comment