NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 23 March 2016

"મૃત્યુ ક્યારે ?" ગુરુ વ્યાસજી ને "દાસ" નામ નો એક ચેલો હતો.. એ વ્યાસજી ની ખુબ સેવા કરે.

"મૃત્યુ ક્યારે ?"

ગુરુ વ્યાસજી ને "દાસ" નામ નો એક ચેલો હતો.. એ વ્યાસજી ની ખુબ સેવા કરે.

એક દિવસ એણે વ્યાસ જી ને પૂછ્યું,..''હું ક્યારે મરીશ? એ મારે જાણવું છે''.

વ્યાસ જી એ કહ્યું, ''એ પ્રશ્ન રહેવા દે..એ તારે જાણવાની શું જરૂર છે ?''

દાસે અતિ આગ્રહ કર્યો ત્યારે વ્યાસજી કહે, ''તારે એ જાણવાની ઈચ્છા છે તો એ આપણે યમરાજ ને પૂછવું પડે''.

વ્યાસજી ચેલાને લઈને યમરાજજી પાસે આવ્યા..અને યમરાજ ને પૂછ્યું, ''મારો આ ચેલો છે દાસ.. એ ને જાણવું છે કે એનું મૃત્યુ ક્યારે થશે ?''.

યમરાજે કહ્યું ,..''હું કશું જાણતો નથી..એ મારા મંત્રી મૃત્યુદેવ જાણતા હશે, ચાલો આપણે મૃત્યુદેવ પાસે જઈ ને પૂછીએ'.."

મૃત્યુદેવે કહ્યું, ''હું કઈ જાણતો નથી મને તો હુકમ મળે તે હું મારી ફરજ બજાવું.. એ તો પ્રારબ્ધ દેવ જાણે..

ચાલો આપણે એમને પૂછીએ''.
વ્યાસજી, દાસ, યમ અને મૃત્યુદેવ એમ ચાર જણા આવ્યા પ્રારબ્ધ દેવ પાસે અને પૂછ્યું કે "આ દાસ નું મૃત્યુ કયારે છે ?''

વિધાતાએ કહ્યું, ''મેં દાસ ના પ્રારબ્ધ માં લખ્યું કે જયારે વ્યાસજી, દાસ, યમ અને મૃત્યુ એ ચારે ભેગા મળી મારે ઘેર આવે ત્યારે જ એ મરે. વ્યાસ જી એ તમારો ચેલો છે અને તમારી ખુબ સેવા કરે છે અને એ મરે નહિ માટે જ મેં આવું લખ્યું ..હવે એની પાસે ફક્ત ૨ જ મિનીટ છે..''

માટે જ કોઈ દિવસ તમારે એમ ન પૂછવું કે ક્યારે મૃત્યુ થશે...આ શરીર નું ક્ષણે ક્ષણે મૃત્યુ થાય છે... બહુ જીવવાનો વિચાર ના કરો કે ક્યારે મરવાનો પણ વિચાર ન કરો,

તમે તમારી પ્રતિ ક્ષણ સુધારો.. એટલું જ વિચારો મારે હાથે પાપ ના થાય.. પરોપકાર અને પુણ્યકાર્ય માં જ મારું જીવન વ્યતીત થાય...

No comments:

Post a Comment