એ મારી આ જિંદગીનો છેલ્લો શ્વાસ હશે;કે જ્યારે ભૂલાતી તારી બધી યાદ હશે!!
ને હું મલકાતો હોઇશ એટલે એ ક્ષણોમાં;કે તને પામી શકું એ મોકો ફરી હાથ હશે!!
તારા ગયા પછીનું એ અંધારું આ જીવનમાં,ફરીથી નવલું પ્રભાત ઉગવાની આશ હશે!!
ક્રૂરતાથી કચડી નાખી હતી લાગણીઓને;મોકો ફરીથી પ્રિયે એ તારે હાથ હશે!!
ચાહવા સિવાય કરવું શું જન્મ લઇને;ચાહતનો સિરસ્તો જનમોથી આમ જ હશે!
હા, ફરીથી અજાણ્યા થઇ જવું સંબંધોમાં,ને ફરીની આપણી એ પહેલી મુલાકાત હશે!!
ફરીથી એમ જ કદાચ તારી ના હશે,ને એ છેલ્લો શ્વાસ ફરીથી એક વિશ્વાસ હશ
No comments:
Post a Comment