બહુ જ કીમતી એ ઘળી નીકળી ગઈ
હતી પળ બે પળ જિંદળી નીકળી ગઈ
દિવસ થાય ને રાત આવે અહીં તો
કે મહિના વરસની લળી નીકળી ગઈ
ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
ખરી ને બધી જ પાંદળી નીકળી ગઈ
હતી ગોદ પર્વત તણી પળ બે પળની
વિવશ થૈ નદી બાપળી નીકળી ગઈ
કરી મેં સિતારા ને તારી ઘણી વાત
નયન આંસુંળે રાતળી નીકળી ગઈ
ન મળ્યો મને એક આ શબદ ‘પ્રેમ’
મગજથી લ્યો બારાખળી નીકળી ગઈ
મહેંકી ગયાં શ્વાસ મારા અંતઃ ના
હવા એમને બસ અડી નીકળી ગઈ
નહીં આ જ સપનાં કદી જોઉં તારા
કરી જીદ બસ બુંદ આંખળી નીકળી ગઈ
.
No comments:
Post a Comment