દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું,
બળતું'તું ઘર એ કૃષ્ણને અર્પણ કરી દીધું.
*અવગણના કાં કરો છો સબબ ના કહો મને,
મેં પણ તો મારા પ્રેમનું કારણ નથી દીધું.
*પહેલાનાં સૌ રૂપાળા સ્મિતોથી છે રમ્યતર,
વર્ષો પછી તમે જે આ ફીકું હસી દીધું.
*મહેનત મને દીધી છે હવે ફેરફારની,ચાહ્યું
તમે તે મારું મુકદ્દર લખી દીધું.
*સાધુતાનો અમારો આ મહિમા જરા જુઓ,
અપનાવે છે બીજાઓ અમે જે તજી દીધું.
*સંયમ રુદન ઉપરનો નકામો હતો
'મરીઝ'કંઈ પણ થયું નહી અમે જયારે રડી દીધું.
No comments:
Post a Comment