ચિત્ર જીવનનું મને અ-સાર લાગે છે,
ને સંબંધોનો હવે તો ભાર લાગે છે.
કોઈ સમયે દિલ હતું એ પ્રેમનો સાગર,
આજ જાણે દર્દનો વિસ્તાર લાગે છે.
વાત ના કરશો મિત્રો દિલ આપવાની ત્યાં,
માનવી દિલથી જ એ નાદાર
લાગે છે.
એ ઈબાદતને મળી ઉંચાઈ કેવી કે,
આગ ઝરતું રણ ગુલે-ગુલઝાર લાગે છે.
એ હદે તૂટી ગયો છું દોસ્ત આજે કે,
ફૂલનો વ્યવહાર પણ કો'માર લાગે છે.
No comments:
Post a Comment