NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 16 March 2016

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે, ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,

ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે,એવા આગમનમાં શું મજા ?

થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે-એ વાતો પણ બધી ભૂલી જઈશ,

કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,

માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતી હરગીઝ નહીં,

પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારીપાસે આવજે....!!!- ???

No comments:

Post a Comment