જગતના લોકને આનંદ કરવો હોય છે ત્યારે,કરી લે છે
એ ત્યારે દિલ દુખાવીને દમન મારૂં.
મગર એને લીધે રસ લઉં છું હું આખા બગીચામાં,
બગીચામાં નહિ તો છે ફક્ત એક જ સુમન મારૂં.
સિતારા પણ કદી ખરતા રહે છે સાથ દેવા ને,કહો કેવું હશે પૃથ્વી ઉપરનું આ પતન મારૂં.
નથી સંભવ- જગતમાં હાથ મારા બેય ખાલી હો,હશે
કાં તો ધારા મારી, હશે કાં તો ગગન મારૂં.
ગયું છે ત્યારથી મારા ઘરે પાછું નથી આવ્યું,
હજી રખડ્યા કરે છે તારા રસ્તામાં જ મન મારૂં.
તું આવે કે ના આવે, વાટ હું તારી જ જોવાનો,નથી
તારું વચન આ કાંઈ, આ તો છે વચન મારૂં.
ભલે ખંડેર છે, પણ એ ઉઘાડું છે
બધી બાજુ,બધી બાજુથી તમને આવકારે છે સદન મારૂં.
અનાદિકાળથી હું ક્યાં સુધી શોધ્યા કરું તમને?
સૂરજ ચાંદાને મેં તો દઈ દીધું એક એક નયન મારૂં.
પ્રવાસી કોઈ પરદેશે લૂંટાઈ દેશમાં આવે,
થવાનું સ્વર્ગમાં કઈ એવી રીતે આગમન મારૂં.
બીજા તો શું, મને ક્યાં સાથ છે મારો ય પોતાનો,ફરે છે
ક્યાંક તન મારૂં ફરે છે ક્યાંક મન મારૂં.
No comments:
Post a Comment