NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 1 April 2016

વાંચજો મિત્રો.. છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો

વાંચજો મિત્રો..

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.

સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા,દૂધવાળાના હિસાબ ચૂકવી દેતા.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું, " બાપા " આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ?
ચોપડા વગર તમન્ર કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ? "

" જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો, આજે તારો ભાઈ ડૉક્ટર છે.
તારી બહેન વકીલાત કરે છે ને તું ચર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો...."

" પણ બાપા, એમાં..."

" આજે આપણી પાસે મોટર છે.
રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે.
બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે.
એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.જે આવે તે નફો ! "

મનુષ્ય .... !
જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય;
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય.

જ્યારે પૈસો ન હોય, ત્યારે બાઈસિકલ ચલાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે;
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી બાળવા પગે ચાલે.

વિચિત્ર મનુષ્ય ! પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી !

જ્યારે પૈસો ન હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે;
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે;
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.

જ્યારે પૈસો ન હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે;
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.

વિચિત્ર મનુષ્ય ! ક્યારેય સાદું સત્ય નહીં બોલે !
કહેશે કે શેરબજાર ખરાબ છે, પણ તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે,
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે, પણ તેની અપેક્ષા છોડે નહીં.
કહેશે કે જુગાર અને દારુ ખરાબ છે, પણ તેમાં અટવાયલો રહે.

વિચિત્ર મનુષ્ય ! જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં..!!.����
-----------

No comments:

Post a Comment