છો બંધાયા પ્રેમ ના પ્રતિક એના નામ...
પણ એ હવે દિલદાર માં નથી.
થયા હજારો સર કલમ એના નામ પર..
પણ એ હવે ઈમાનદાર નથી.
નામ જેનું હતું દર્દના ઉપચાર માટે..
પણ હવે પહેલા જેવું સ્મરણ નથી.
દુરથી થતો જેને અણસાર આહ્ટનો..
હવે એને આવકારનો ઉમળકો નથી
દિન-રાતનો સંગાથ જેને લાગતો ક્ષણભરનો..
અંતહીન શૂન્યઅવકાશ તેને ગણકાર નથી.
સારી હતી ગરજ જેને દ્વારિકાધીશની..
કહે છે હવે એ દયાવાન નથી .
એક યુગ લગતી વિયોગની એક ક્ષ્રણ જેને..
તે હવે તારો તલબગાર નથી.
ન્યોછાવર કર્યું જેને જગતભરનું સમ્રાજ્ય..
ને હવે રહેવા તેને ઘર બાર નથી.
અન્ન જળ નો પર્યાય હતું જેનું નામ..
ને હવે એ વફાદાર નથી.
ઘર બાળી ને કર્યા જેને કાયમ તીરથ..
ને કહે છે તેને કે તારી ત્રેવડ નથી.
No comments:
Post a Comment