મારું પાછળ ફરીને જોવું !
ને તારું પાછળ પાછળ આવવું !
આ રોજના રૂટીનમાં વાત કંઈ જામતી નથી !
ને કંઇક ખૂટે છે એવો ભાસ થયા કરે છે !
માટે તું એમ કર !!
તું ચાલ મારી સાથે સંગાથે !
સંબંધોમાં જોડતા પહેલા જ આમ આગળ પાછળ ન થવાય !
અને હા એમ પણ ખરું કે.....
સંબંધોમાં આમ પણ જીવ રેડાય !
એ મરવાના વાંકે જીવી રહ્યા છે એ માટે ન રડાય !
સંબંધોને જીવતા રાખવાનો બોજો માથે લઇ ન ફરાય !!!
તેથી જ કહું છુ તું હરણફાળ ભરી ચાલ મારી સાથે સંગાથે !
પછી આપણે આગળ પણ
જોઈશું !
ને પાછળ પણ જોઈશું !
પણ સાથે સંગાથે !
No comments:
Post a Comment