તમારી સૂરમય આંખોનું કાજળ થવું છે મારે..!!
ગુલાબી ગાલો પર ઠેહરવા ઝાંકળ થવું છે મારે..!!
પ્રેમના વરસાદમાં જો ક્યારેક પલળો તો,
તો એ વરસાદનું વાદળ થવું છે મારે..!!
પ્રેમના બંધનમાં રેહવા જો મળે તો,
લાગણીયો રૂપી સાંકળ થવું છે મારે...!!
તમારા ડગલે ડગલે પગલા માંડવા,
હમેસા તમારી પાછળ રેહવું છે મારે..!!
પ્રેમના સહવાસમાં રેહવું છે હમેશા,
નકામી દલીલોમાં ક્યાં આગળ થવું છે મારે..!!
જિંદગીની ગઝલ તો અધુરી છે 'સર્જક'ની,
શબ્દો બનો જો તમે તો કાગળ થવું મારે..!!
No comments:
Post a Comment