જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધુંજો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગરઆજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધેકેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછીકેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તોકૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
– ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment