NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 9 March 2016

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢીયાં માટે દોડતાં એમાં જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
- મકરંદ દવ

No comments:

Post a Comment