ગઝલ : ઊગવાનું છે :
‘પ્રેમ’યાદ છે?
તારે શું થવાનું છે?
ભીંત તોડી ને ઊગવાનું છે.
ફ્ક્ત આંખો સુધી જવાનું છે?
કે પછી એમાં ડૂબવાનું છે?
પાને પાને છે ઝેર
પુસ્તકમાં,પાને પાનું આ
ચૂમવાનું છે.
જે છે એનું કશું જ મૂલ્ય નથી!
જે નથી એનું ઝૂરવાનું છે.
સ્હેજ આંખો હજી તું ખોલ
‘જિગર’!
આંસુને પાછું મૂકવાનું છે.
No comments:
Post a Comment