ના પૂછો મને ગમવાનું કોઈ કારણ..!!
ફૂલો પણ ગમે છે મને બસ અકારણ..!!
નથી કોઈ છલ કે કપટ અમારે મન,
નિર્દોષ હસ્યનું ચેહરા પર છે તમારે આવરણ..!!
નિર્દોષ લાગનીયો રોજ શિકાર થાય છે અહી,
આ દિલમાં બનાવવાની જરૂર છે એક અભ્યારણ..!!
તમને હું પાગલ બનાવું એવો તો નથી ઈરાદો,
તમે સમજી બેઠા કે હું બનાવું છું એવું વાતાવરણ..!!
લાગનીયોના સહેરમાં છું હું બહુ ધનવાન,
પ્રેમના માફિયા આવીને કરી જાય છે અપહરણ..!!
No comments:
Post a Comment