NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 1 April 2016

તારા વગર........ * * * * કહેતા તો કહી દીધું તમે કે, જીવી લેશો મારા વગર

તારા વગર........
*
*
*
*
કહેતા તો કહી દીધું તમે કે, જીવી લેશો મારા વગર...
પણ અમે તો રહેતા જીવ કેમ જીવાશે મારા વગર...
*
નથી સાચવી શકતા, પોતાની જાતને એક પળ માટે...
તો કેમ સાચવશો ખુદને, આખી જીંદગી મારા વગર...
*
હું જાણું છું કે, નથી અટકતી જીંદગી કોઈના વગર
પણ શું ચાલશે, તારી જીંદગી મારા વગર...
*
શું કહેવું જરૂરી હતું હું પ્રેમ કરું છું તમને
કેમ તમે ના સમજી શકો, કંઈ કહ્યાં વગર...
*
લખેલા શબ્દો તો કોઈ પણ વાંચી સંભળાવશે...
પણ તું જ કહે કોણ લખશે કવિતા મારા વગર...
*
હું રાહ જોઈ રહી સમયની, કે જેમાં તમે આવીને કહો...
કે હવે નહીં જીવી શકું , હું તારા વગર....

No comments:

Post a Comment