મૃગજળની માયા છોડીને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે – એ છળ સુધી જવું છે.
તૈયાર થા તું એ દિલ !
અઘરી છે આ કસોટી,
સાગર સમેટી લઇને ,
ઝાકળ સુધી જવું છે.
સદીઓના આ વજનને,
ફેંકીને કાંધ પરથી,
જે હાથમાં છે મારા,
એ પળ સુધી જવું છે.
તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.
– ‘કાયમ’ હઝારી
No comments:
Post a Comment