NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 17 March 2016

જીવનનો રોગ છે આ, કોઇ પણ ઉપચાર માગે છે, દવા મળતી નથી તો મોત પણ બીમાર માગે છે.

જીવનનો રોગ છે આ, કોઇ પણ ઉપચાર માગે છે,

દવા મળતી નથી તો મોત પણ બીમાર માગે છે.

ખુદા, મારી દુઆને પણ તું એ કક્ષામાં દાખલ કર,

સુણ્યું છે તારો દરવાજે ઘણાં દાતાર માગે છે.

કહો દુઃખનો સમય કઇ રીતે વિતાયો હશે એણે?

જે સુખના કાળમાં પણ આપનો સહકાર માગે છે.

જગતમાં દરબદર ભટકું મને એવી જરુરત શી?

હું જાણું છું કે મારું ભાગ્ય કોના દ્વાર માગે છે.

ન હો જે એકલો એ દર્દ એકલતાનું શું જાણે?

દુઃખી સૌ એટલે અલ્લાહનો આધાર માગે છે?

જરા મારા હ્રદયને તું વફાદારી શિખાવી જા,

જગતમાં એ બધાની પાસ તારો પ્યાર માગે છે.

કયામતમાં ખુદા, તું ન્યાય એનો સૌ પ્રથમ કરજે,

જગતમાં જે અધીરા થઇ જીવનનો સાર માગે છે.

ઉગારો એમને પણ જીન્દગીની શુષ્કતામાંથી,

ઘણાં લોકો બિચારાં રણમાં તારણહાર માગે છે.

ભલા એ લોક તો હમદર્દ મારાં શું બની શકશે?

જે મારી પાસ ખુદનાં દર્દના ઉપચાર માગે છે.

બનાવે હમસફર મારા ખુદા એ લોકને બેફામ,

દુઆમાં જેઓ મારા માર્ગ માટે ખાર માગે છે.

- બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment