વેદના બની ગયો
જીવનમાં એક જીવંત સંવેદના બની ગયો છું હું,
ન સહી શકો તમે એવી વેદના બની ગયો છું હું.
પ્રયાસો વ્યર્થ છે હવે મુજને પામવા કાજે,
ન પામી શકો એવી કલ્પના બની ગયો છું હું.
ના ગમ્યુ સ્મિત તુજને મારા હોઠ પર ઓ ખુદા!,
આપ્યા દર્દ તમે એટલા કે વેદના બની ગયો છું હું.
આશા ‘ને નિરાશા ની હવે આ વાત રહેવા દો,
તડપતી કોઇ અધુરી ઝંખના બની ગયો છું હું.
નથી મૃત્યુ અંતિમ ધામ
'પરિચિત' નું સમજી લ્યો,
સઘળા દિલમાં એક ચેતના બની ગયો છું હું.
No comments:
Post a Comment