તને હું, તુજમાં ન લાગ્યો તારા જેવો,
અને હું, ખુદમાં ન બચ્યો મારા જેવો.
ચમકે તું ચંદ્ર જેમ, શીતળતા વિખેરે,
જડું હુ આભમાં ખરતા સિતારા જેવો.
ખાલીખમ હું, જો તું ન રહે જીવનમાં,
ફક્ત તું છે જેમાં, હું એ પિટારા જેવો.
તું કોમળ કુંપળ, હજુ તાજી ખીલેલી,
વેઠવો મુશ્કેલ છે જેને હું, ભારા જેવો.
તું છે એક વિજેતા જે કાયમ જ જીતે,
'અખ્તર' છે વ્યર્થ ગયેલા વારા જેવો.
No comments:
Post a Comment