આજે તારો કાગળ મળ્યોગોળ ખાઈને સૂરજ ઊગે,
એવો દિવસ ગળ્યોએક ટપાલી મૂકે હાથમાં…
વ્હાલ ભરેલો અવસરથાય કે બોણી આપું,
પહેલાં છાંટું એને અત્તરવૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો…
આજે.તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારીજાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે
વાતમારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો…આજે
એકે એક શબદની આંખો, અજવાળાથી છલકેતારા અક્ષર
તારા જેવું મીઠું મીઠું મલકેમારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…
– મુકેશ જોષી
No comments:
Post a Comment