NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 12 March 2016

બોલ હવે તું જ બતાવ બંધ અંતઃ

બોલ હવે તું જ બતાવ
બંધ અંતઃ માં
તારા વિચારોથી ઘેરાયેલી હતી
છુટકારો મેળવવા
અમસ્તી જ ઉઘાડી મેળીયે હતી
ત્યાં પણ તું સન્ન્ન્ન્ન કરતો
પવનમય આવેગથી મને અથડાયો
દરેક લહેરખીઓ થકી
તું જ મારામાં ભારો ભાર ભરાયો
રોમે રોમમાં બસ
તારો જ અનહદ ભાસ અનુભવાયો
સુસવાટા ઓછા થતાં હોય
એમ ધીમે ધીમે તું ઓલવાયો
સંધ્યાકાળના સુરજ સમક્ષ
સહજ નજીવી નજર એકાગ્ર કરી
તો ત્યાં પણ તું જ ઉપસેલો દેખાયો
તને પૂર્ણપણે નિહાળું ત્યાં સુધી મા
તો તું ક્ષણિક મારામાંથી ખોવાયો
આમ પણ સાંજ તારી જેમ જ
એની નિયમિત્તા જાળવી પ્રવેશી ચુકી હતી
પણ આ શું ?
આછા અંધકારમાં પણ તું સ્પષ્ટ અનુભવાયો
મારા પર આરૂઢ થતો હોય
એમ જ ફરી ફરી પાછો છવાયો
સંધ્યા દીપ થઈ તું જ પ્રગટાયો
ત્યાં પણ તું પ્રકાશમય સમસ્ત છવાયો
બોલ હવે તું જ બતાવ
તારા પવિત્ર પ્રેમ ના પળછાયા
થી બચીને હું એકલી લાચાર ક્યાં જાઉં.....
.

No comments:

Post a Comment