NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Tuesday, 29 March 2016

એ ખાલી છે અને એને હવે ખાલી જ રહેવા દે,

એ ખાલી છે અને એને હવે ખાલી જ રહેવા દે,

મહોબ્બતની નિશાનીમાં મળેલું જામ લાવ્યો છું.

સુરાલય થાય ખાલી તોય એ ખાલી નહીં થાશે,

જીવનની કંઇક તૃષ્ણાથી ભરેલું જામ લાવ્યો છું.

મરે એને જીવાડે છે, જીવે એને મારે છે,

અમી ને ઝેર બંનેનું બનેલું જામ લાવ્યો છું.

હવે તો એવું પા, હંમેશનો બેફામ થઇ જાઉં,

મરણ પાસેથી છેલ્લું મેળવેલું જામ લાવ્યો છું.

- બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment