આ કામ કદમ પૂરતું રહી જાય તો સારું
મંઝિલની તરફ હાથ ન લંબાય તો સારું.
હો દર્દ તો બસ એટલું સમજાય તો સારું,
સહેવાય તો સારું કે ન સહેવાય તો સારું.
*તારા પ્રતિની મારી આ નિસ્વાર્થ મોહબ્બત,આગળ વધી
દુનિયામાં ભળી જાય તો સારું.*
જાણી ન શકું હું મારા આનંદની સીમા,
દિલ મારું મિલનમાંય ન બહેલાય તો સારું*
મયખાનામાં સોચું છું કે ઘર શું મને કહેશે?
પણ તેમ છતાં ઘર સુધી પહોચાડાય તો સારું.*
પીવું તો બહુ સહેલ છે,પિવાડો નિરંતરમસ્તીના નિયમ જે છે એ જળવાયતો સારુ
તોબા જે કરી એની જરા લાજ રહી જાય,બળ ક્યાં છે ?
હવે જામ ન ઊંચકાય તો સારું.*
સમજે છે "મરીઝ" આપને જે રીતથી દુનિયા,
એ આપને થોડું જરા સમજાય તો સારું.
No comments:
Post a Comment